રાષ્ટ્રપતિ આજે સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુ સ્મૃતિવનમનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિમાં ભાગ લેવા માટે આજે હૈદરાબાદ પહોંચશે. રાષ્ટ્રપતિ સીતારામ રાજુના ચિત્રોના પ્રદર્શનની મુલાકાત લેશે અને આંધ્રપ્રદેશના ભીમાવરમ ખાતે અલુરી સીતારામ રાજુ સ્મૃતિવનમનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે.
આ પ્રસંગે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીના જીવન પરનું 3-ડી એનિમેશન પણ લોન્ચ કરવામાં આવશે.રાષ્ટ્રપતિ આવતીકાલે મહારાષ્ટ્રમાં ગોંડવાના યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહને સંબોધવાના છે. તેઓ નાગપુરમાં કરોરી ખાતે ભારતીય વિદ્યા ભવનના સાંસ્કૃતિક કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રની પાંચ દિવસની મુલાકાતે છે.
