રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ ગોવા મુક્તિ દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
Live TV
-
આજે ગોવાની આઝાદીની 61મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે ગોવાને પોર્ટુગીઝ શાસનથી આઝાદી મળી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસર પર તમામ નાગરિકોને, ખાસ કરીને ગોવાના લોકોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ ગોવા મુક્તિ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની હિંમત અને મહાન યોગદાનને યાદ કર્યું. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશ ગોવા મુક્તિ સંગ્રામના લડવૈયાઓને સલામ કરે છે. તેમણે કહ્યું કે અમે સશસ્ત્ર દળોના સાહસને સલામ કરીએ છીએ.
રાષ્ટ્રપતિએ દેશના પૂર્વ અને પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા દેવીસિંહ પાટીલને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં શ્રીમતી પાટીલને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા પાઠવી છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ગોવા મુક્તિ દિવસ નિમિત્તે રાજ્યની સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ પાઠવી છે. એક સંદેશમાં, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આજે આપણે શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ છીએ જેમણે ગોવાને વિદેશી શાસનથી મુક્ત કરવા માટે લડત આપી હતી. શ્રી ધનખરે કહ્યું કે ગોવાના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વિવિધતાનું સન્માન કરવું જોઈએ. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે મુખ્ય પ્રધાન ડૉ. પ્રમોદ સાવંતે ગોવા યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ધ્વજવંદન સમારોહનું આયોજન કર્યું હતું.
