સેંસેક્સ 468 પોઇન્ટના વધારા સાથે 61,806 પર અને નિફ્ટી 151 પોઇન્ટના વધારા સાથે 18,420 પર બંધ
Live TV
-
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો નોંધાયો હતો. સવારે સામાન્ય તેજી સાથે શરૂ થયેલું શેરબજાર દિવસના અંતે પણ ઉછાળા સાથે બંધ થયું હતું. સેંસેક્સ 468 પોઇન્ટના વધારા સાથે 61 હજાર 806 પર અને નિફ્ટી 151 પોઇન્ટના વધારા સાથે 18 હજાર 420 પર બંધ થયો હતો. મહત્વનું છે કે, વૈશ્વિક બજારમાં ખાસ કરીને ચીનમાં રિકવીરના સંકેત જોવા મળી રહ્યા છે જેના કારણે એશિયન બજારમાં પણ રિકવરી જોવા મળી રહી છે.. જેની સીધી અસર ભારતીય બજાર પર પણ શરૂઆતમાં જોવા મળી રહી છે. તો આજના ટોપ ગેઇનર્સમાં અદાણી પોર્ટ, M&M, આઇસર મોટર્સ, પાવર ગ્રીડ કોર્પનો સમાવેશ થાય છે. તો આજના ટોપ લૂઝર્સમાં ઈન્ફોસિસ, સન ફાર્મા, ટાટા મોટર્સ, ઓએનજીસીનો સમાવેશ થાય છે.
