Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ ઓડિસાના પ્રવાસે, રાજભવનના એક નવા ભવનખંડનો શિલાન્યાસ કરશે

Live TV

X
  • રાજભવન ખાતે રાજ્યના આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે ખાસ મુલાકાત કરશે.

    રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ આજથી ત્રણ દિવસ ઓડિસાના પ્રવાસે જશે. જ્યાં રાષ્ટ્રપતિ નવી દિલ્હીથી વાયુસેનાના વિશેષ વિમાનથી ભુવનેશ્વર એરપોર્ટ પહોંચશે, ત્યારબાદ ત્યાંથી રાજભવન જશે. ભુવનેશ્વરમાં ઓડિસા રાજભવનના એક નવા ભવનખંડનો શિલાન્યાસ કરશે. રાજભવન ખાતે રાજ્યના આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે ખાસ મુલાકાત કરશે. 26 જુલાઈના દિવસે તેઓ કટકના ચંડી મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યારબાગ ઉત્કલગૌરવ મધુસૂદન દાસના નિવાસસ્થાન અને નેતાજી જન્મસ્થળ મ્યુઝિયમની મુલાકાત લેશે. આ દિવસે તેઓ કટકમાં ઓરિસ્સા હાઈકોર્ટના 75મા સ્થાપના દિવસના સમારોહ રાષ્ટ્રિય વિધી વિશ્વ વિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં અને એસ. સી. બી મેડીકલ કોલેજ અને હોસ્પિટલના વાર્ષિક સમારંભમાં  ભાગ લેશે. સાથે જ રાષ્ટ્રપતિ ભુવનેશ્વરમાં બ્રહ્માકુમારી લાઇટહાઉસ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply