આગામી ચાર દિવસ કેરળ, આંધ્રપ્રદેશ, કોંકણ અને ગોવામાં અતિભારે વરસાદની ચેતવણી
Live TV
-
ગોવા અને મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારતમાં ગુરુવાર સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બુધવાર અને ગુરુવારે ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પૂર્વીય રાજસ્થાનમાં બુધવારે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતમાં કર્ણાટકના દક્ષિણના અંતરિયાળ અને કર્ણાટકના તટીય વિસ્તાર તેલંગાણા તથા ઓડિસા, ગોવા અને મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારતમાં ગુરુવાર સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આંધ્રપ્રદેશ, કોંકણ અને ગોવામાં આગામી 3-4 દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની ચેતવણી આપવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દિલ્હીમાં આજે રાત્રે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરી છે.
દિલ્હીમાં યમુના નદીના જળસ્તરની સપાટી 205.3 મીટર પર પહોંચી ગઈ છે. નદીના જળસ્તરમાં વધારો થતા દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ વર્ષે યમુના નદીનું જળસ્તર સૌથી ગંભીર સ્તરે 208.6 મીટર પર પહોંચી ગઈ છે.
