પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્લીમાં ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોશનલ ઓર્ગેનાઇઝેશન કોમ્પલેક્સનું ઉદ્દઘાટન કરશે
Live TV
-
123 એકરમાં તૈયાર કરાયેલા આધુનિક પરિસરમાં આગામી સપ્ટેમ્બરમાં ભારતની યજમાનીમાં જી-20 શીખર સંમેલન યોજાશે
ભારત આ વર્ષે સપ્ટેમ્બરમાં G-20 બેઠકનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ માટે દિલ્હીના પ્રગતિ મેદાનમાં ITPO સંકુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ITPO સંકુલ એટલે કે ભારતીય વેપાર પ્રમોશન ઓર્ગેનાઈઝેશનનું ઉદ્ઘાટન કરશે.
અહીં યોજાનારી G-20 જૂથના દેશોની બેઠકમાં વિવિધ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લેશે. આ સંકુલ 123 એકરમાં ફેલાયેલ પ્રગતિ મેદાનમાં ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. પુનઃવિકાસિત અને આધુનિક IECC સંકુલ વિશ્વના ટોચના 10 સંમેલન સંકુલોમાંનું એક છે. સંકુલની ભવ્યતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિશાળતા પણ મોટા પાયે વિશ્વ સ્તરીય ઈવેન્ટ્સનું આયોજન કરવાની ભારતની ક્ષમતાને દર્શાવે છે.
કન્વેન્શન સેન્ટરના લેવલ-3માં 7,000 લોકોની બેઠક ક્ષમતા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના સિડની ઓપેરા હાઉસમાં માત્ર 5,500 લોકોની બેઠક ક્ષમતા છે. આ સંકુલ વૈશ્વિક સ્તરે મેગા કોન્ફરન્સ, આંતરરાષ્ટ્રીય સમિટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા માટે ભારતની વિશેષ મેજબાની દર્શાવે છે.
IECC કોમ્પ્લેક્સમાં કન્વેન્શન સેન્ટર, એક્ઝિબિશન હોલ, એમ્ફીથિયેટર વગેરે સહિત અનેક અત્યાધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે.ઉપરાંત મીટિંગ રૂમ, લાઉન્જ, ઓડિટોરિયમ, એમ્ફીથિયેટર અને બિઝનેસ સેન્ટરથી સજ્જ છે, જે તેને વિવિધ પ્રકારની ઇવેન્ટ્સનું આયોજન કરવા સક્ષમ બનાવે છે.
