Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે કટકમાં ઓરિસ્સા હાઈકોર્ટ 75મા વર્ષના સમાપન સમારોહમાં હાજરી આપશે

Live TV

X
  •  દ્રૌપદી મુર્મૂ કટકમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મસ્થળની પણ મુલાકાત લેશે

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે ઓડિશાના કટકમાં ઓરિસ્સા હાઈકોર્ટના 75મા વર્ષના સમાપન સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના વાર્ષિક સમારોહને સંબોધશે અને કટકમાં નેશનલ લો યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પણ હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ કટકમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મસ્થળની પણ મુલાકાત લેશે.

    રાષ્ટ્રપતિ આવતીકાલે ભુવનેશ્વરમાં રાજભવન ખાતે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ PVTG ના સભ્યો સાથે વાર્તાલાપ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ વર્ષની પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની થીમ "સકારાત્મક પરિવર્તનનું વર્ષ" રાષ્ટ્રવ્યાપી પરિસંવાદો અને પરિષદો આયોજિત કરશે અને ભુવનેસના દસાબટિયા, તમંડો ખાતે વિશ્વવિદ્યાલયના "દીવાદાંડી સંકુલ"નો શિલાન્યાસ પણ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશાની ત્રણ દિવસની મુલાકાતે ગઈકાલે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply