રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પાલીમાં ભારત સ્કાઉટ્સ અને ગાઈડના 18માં રાષ્ટ્રીય જમ્બુરીનું ઉદ્ધાટન કરશે
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનો રાજસ્થાન પ્રવાસનો આજે બીજો દિવસ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પાલીમાં ભારત સ્કાઉટ્સ અને ગાઈડના 18માં રાષ્ટ્રીય જમ્બુરીનું ઉદ્ધાટન કરશે.દેશમાંથી 35 હજારથી વધુ સ્કાઉટ ગાઈડ કાર્યક્રમમાં સામેલ થશે. ભારતીય વાયુસેનાના સૂર્ય કિરણ એરોબૈટિક્સ ટીમ પ્રદર્શન કરશે. BSFની ઊંટ ટુકડીઓ પણ પ્રદર્શનમાં ભાગ લેશે. ગઈકાલે રાષ્ટ્રપતિએ માઉન્ટ આબુ ખાતે બ્રહ્માકુમારી સંસ્થાનના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ અંગે તેમણે મહિલા સશક્તિકરણ ક્ષેત્રે બ્રહ્માકુમારી સંસ્થાનની ભૂમિકાને મહત્વની ગણાવી હતી. આ સાથે રાષ્ટ્રપતિએ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા કહ્યું કે, પર્યાવરણનું સંરક્ષણ એ એક પ્રકારે આધ્યાત્મિક સશક્તિકરણ જ છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગઈકાલથી રાજસ્થાનની બે દિવસની મુલાકાતે છે, તેઓ રાજસ્થાનમાં વિવિધ વિકાસકામોનું ઉદઘાટન અને લોકાર્પણ કર્યુ હતુ. તેઓએ જયપુરમાં રાજભવન ખાતે સંવિધાન ઊદ્યાનનું ઉદઘાટન કર્યુ હતુ. તેવી જ રીતે રાજસ્થાનમાં સૂર્ય ઊર્જા વિસ્તારમાં વીજ પરિવહન વ્યવસ્થાનું વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉદઘાટન કર્યુ હતુ. અને બિકાનેરમાં સ્થાપનાર એક હજાર મેગાવોટ સૂર્ય ઊર્જા પ્રોજેક્ટનો શિલાયન્સ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત તેઓ બ્રહ્માકુમારી દ્વારા યોજાનાર આધ્યાત્મિક સશક્તિકરણ દ્વારા દેશનો ઉત્કર્ષ એટલે કે રાઇઝ નામની રાષ્ટ્રીય ઝૂંબેશના ઉદઘાટન સત્રમાં હાજરી આપી હતી. જ્યારે આજે તેઓ રાષ્ટ્રપતિ રાજસ્થાનના પાલી ખાતે ભારત સ્કાઉટ અને ગાઇડના 18મા નેશનલ જંમ્બોરીનું ઉદઘાટન કરશે.
