રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પુસ્તકાલય મહોત્સવ 2023નું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દિલ્હીના પ્રગતિ મેદાનમાં પુસ્તકાલય મહોત્સવ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે પુસ્તકાલય વિકસિત સભ્યતાઓ વચ્ચે સેતુનું કામ કરે છે. પુસ્તકાલયોનો વિકાસ સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. આ મહોત્સવ સમગ્ર ભારતમાં પુસ્તકાલયો માટે એક વિશેષ રેકિંગ પ્રણાલીનો પણ શુભારંભ કરશે. જેનાથી પુસ્તકાલય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા અને ઇનોવેશનને પ્રોત્સાહન મળશે. આ મહોત્સવ પુસ્તકાલયોના વિકાસ, ડિજીટલીકરણ અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપશે જે પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણને અનુરૂપ છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ આજથી 8 ઓગષ્ટ સુધી તમિલનાડુ અને પુડ્ડુચેરીની યાત્રા પર જશે. આજે તેઓ મુદુમલાઇ ટાઇગર રિઝર્વની મુલાકાત લેશે અને તમિલનાડુના મહાવતો અને સહાયકો સાથે વાતચીત પણ કરશે. 6 ઑગષ્ટે રાષ્ટ્રપતિ ચેન્નાઇમાં મદ્રાસ વિશ્વવિદ્યાલયના 165મા દિક્ષાંત સમારોહને પણ સંબોધન કરશે.
