Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ ભવનમાં 10 જુલાઈના રોજ બે દિવસીય વિઝિટર કોન્ફરન્સ 2023નું આયોજન કરાશે

Live TV

X
  • રાષ્ટ્રપતિ ભવન આવતીકાલે બે દિવસીય વિઝિટર કોન્ફરન્સ 2023નું આયોજન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉચ્ચ શિક્ષણની 162 કેન્દ્રીય સંસ્થાઓના મુલાકાતી છે.

    આવતીકાલે રાષ્ટ્રપતિના ઉદ્ઘાટન સંબોધન સાથે કોન્ફરન્સની શરૂઆત થશે. રાષ્ટ્રપતિ મુર્મુ ‘ઇનોવેશન’, ‘રિસર્ચ’ અને ‘ટેક્નોલોજી ડેવલપમેન્ટ’ની શ્રેણીઓમાં વિઝિટર એવોર્ડ્સ 2021 પ્રદાન કરશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ સંમેલનને સંબોધશે.

    11મી જુલાઈના રોજ પરિષદમાં, ટકાઉ વિકાસ માટે શિક્ષણ: એક ઉત્તમ વિશ્વનું નિર્માણ વિષયવસ્તુ પર ચર્ચા કરાશે. પાંચ અલગ-અલગ જૂથો NEP-2020ની અનુભૂતિમાં યોગદાન જેવી પેટા વિષયવસ્તુ પર વિચારન વિમર્શ કરશે જેમ કે આંતરરાષ્ટ્રીયકરણના પ્રયાસો અને G-20; સંશોધન યોગદાન અને માન્યતાઓ; વિવિધતા, સમાનતા, સમાવેશીતા અને સુખાકારી; અમૃત કાલ માટેની યોજનાઓ અને કાર્યકારી મુદ્દાઓ.

    સમાપન સત્રમાં, ચર્ચાના પરિણામો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સમાપન સત્રને સંબોધશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply