રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 74મી પુણ્યતિથિએ રાષ્ટ્રપતિ તેમજ પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Live TV
-
આજના દિવસને શહીદ દિન તરીકે પણ મનાવવામાં આવે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીનાં સમાધિસ્થળ ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, ગૃહ અને શહેરી બાબતોના મંત્રી હરદિપસિંઘ પુરી, લશ્કરનાં વડા જનરલ મેજર મુકુંદ નરવણે, નૌકાદળના વડા એડમિરલ આર. હરીકુમાર અને હવાઈદળના વડા એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી તથા સંરક્ષણ સચિવ અજય કુમારે રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદોની સ્મૃતિમાં આજે સવારે 11 વાગ્યે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું તથા આંતર-ધાર્મિક પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
