PM આજે 30મા રાષ્ટ્રીય મહિલા આયોગ સ્થાપના દિવસના કાર્યક્રમને કરશે સંબોધિત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમ દ્વારા 30મા રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ના સ્થાપના દિવસના કાર્યક્રમને સંબોધિત કરશે. કાર્યક્રમની થીમ ‘શી ધ ચેન્જ મેકર’ છે, જેનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરવાનો છે.
મહિલા આયોગ, રાજ્ય સરકારોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, યુનિવર્સિટી અને કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા ઉદ્યમીઓ તેમજ વેપારી સંગઠનો આ કાર્યક્રમનો ભાગ બનશે. આ પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી પણ હાજર રહેશે.
