Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ એમ.વેંકટેશ દીવની બે દિવસની મુલાકાતે

Live TV

X
  • રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ, નવી દિલ્હીના અધ્યક્ષ એમ.વેંકટેશ દીવની બે દિવસની મુલાકાતે આવ્યા હતા.જેના અંતર્ગત સફાઈ આયોગના અધ્યક્ષ વેંકટેશની દીવના સફાઈ કર્મચારીઓ સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં તેમણે સફાઈ કામદારોની સમસ્યાઓને સાંભળી હતી તેમજ તેના નિકાલ લાવવા માટે તેમણે આશ્વાસન પણ આપ્યું હતું. આ બેઠક દરમિયાન દીવ કલેકટર સલોની રાય,એસપી અનુજ કુમાર, ડેપ્યુટી કલેકટર વિવેક કુમાર ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય સફાઈ આયોગના અધ્યક્ષ વેંકટેશે દીવના વાલ્મિકી સમાજના વિસ્તારની મુલાકાત લીધી હતી.જ્યાં તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેઓએ દીવના પર્યટક સ્થળો ઘોઘલા બ્લ્યુ ફ્લેગ બીચ, નાગવા બીચ,ગંગેશ્વર મહાદેવ મંદિર, દીવ ફોર્ટની મુલાકાત લીધી હતી.   

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-05-2026 Max Temp : °C Min Temp : °C
apply