દેશમાં કોરોનાના કેસમાં નોંધાયો વધારો,છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2 લાખ 38 હજાર 18 કેસ આવ્યા સામે
Live TV
-
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2 લાખ 38 હજાર 18 કેસ સામે આવ્યા હતા.જ્યારે 1 લાખ 57 હજાર 421 લોકો સ્વસ્થ થયા છે.જ્યારે કોરોનાના કારણે 310 દર્દીઓના મોત થયા છે.ઓમિક્રોનની કરીએ તો ઓમિક્રોનના અત્યાર સુધી કુલ 8 હજાર 891 કેસ નોંધાયા છે.દેશમાં હાલ કોરોના સક્રિય કેસની સંખ્યા 17 લાખ 36 હજાર 628 પર પહોંચી ગઈ છે.તો સારી આરોગ્યની સુવિધાને કારણે દેશમાં સ્વસ્થ થવાનો દર 94.27 ટકાએ પહોંચ્યો છે.દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 19.65 ટકા છે.દેશમાં અત્યાર સુધી 70 કરોડ 54 લાખ લોકોનાં કોરોનાં ટેસ્ટ કરાયા છે.તો વેક્સિનેશનની વાત કરવામાં આવે તો દેશવાસીઓને અત્યાર સુધી 158.04 કરોડ વેક્સિનના ડોઝ અપાયા છે.કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે 3જી જાન્યુઆરીથી અત્યાર સુધી 15 થી 18 વર્ષની વયનાં સાડા ત્રણ કરોડથી વધુ કિશોરોને કોવિડ પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે.તેઓએ એક ટ્વીટમાં કોવિડ વેક્સીન લેનારા યુવાનોને શુભેચ્છા પાઠવી હતી.કેન્દ્ર સરકારે વયસ્ક કોવિડ રોગીઓ માટે ક્લિનિકલ દિશાનિર્દેશ જાહેર કર્યા છે.ક્ષય રોગને કોરોના માટે વધુ જોખમ કારક બિમારીઓની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે સાથે જ કીડની, લીવર, મગજનાં રોગ અને વધુ સ્થૂળતાથી ગ્રસ્ત લોકોને જોખમી શ્રેણીમાં રખાયા છે.તેમજ સ્ટેરોઈડ કે ઈમ્યુનોમોડ્યુલેટરી થેરાપીથી પણ કોરોનાં સંક્રમણનો ભય વધુ હોવાનું જણાવાયું છે.
