આજે દિવસની શરૂઆતથી ભારતીય શેરબજારમાં જોવા મળી તેજી
Live TV
-
સોમવારે ભારતીય શેરબજારમાં જોવા મળેલી તેજી બાદ આજે સપ્તાહના બીજા દિવસે માર્કેટમાં ઉતાર-ચઢાવનો માહોલ જોવા મળી રહ્યો છે.સેન્સેક્સ અને નિફ્ટી આજે શરુઆતમાં વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 61,463 સુધી વધ્યા જ્યારે નિફ્ટીએ 18,300 ની પાર જોવા મળ્યુ. શરુઆતમાં જ જ્યારે સેન્સેક્સ 120 અંક વધ્યો અને નિફ્ટી 32 અંકનો ઉછાળો થયો હતો.જોકે બાદમાં સવારના કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 240 અંકનો ઘટાડો જોવા મળ્યો છે.જ્યારે નિફ્ટીમાં 70 અંકના ઘડાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.બેન્કિંગ,આઈટી,ફાર્મા, રિયલ્ટી,હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, ફાઈનાન્શિયલ સર્વિસ સહિતના સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે.જ્યારે ઑટો અને મેટલ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
