દાવોસ વિશ્વ આર્થિક મંચ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે,ભારત આવનારા સમયમાં સમગ્ર વિશ્વની આશાઓ અને આકાંક્ષાઓ પૂરી કરશે. દાવોસ વિશ્વ આર્થિક મંચ શિખર સંમેલનમાં વર્ચ્યુઅલી સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે,ભારત અપાર શક્તિ અને ઉર્જા સાથે સતત આગળ વધી રહ્યું છે.કોરોનાનાં સંકટમાં ભારતે 80 કરોડથી વધુ નાગરિકોને વિનામૂલ્યે અન્ન પુરુ પાડી પોતાની ક્ષમતાનું ઉદાહરણ આપ્યું છે.દેશમાં સુધારા સારી દિશામાં આગળ વધી રહ્યા છે અને વૈશ્વીક આર્થિક તજજ્ઞોએ ભારતનાં નિર્ણયોની સરાહનાં કરી છે.તેમણે વધુમાં કહ્યું કે કોરોના મહામારીનાં સમયગાળામાં ભારત એક ધરતી એક સ્વાસ્થ્યની પરિકલ્પનાં પુરી કરી રહ્યું છે અને અનેક દેશોની જરૂરી દવાઓ અને રસી ઉપલબ્ધ કરાવીને કરોડો લોકોનાં જીવનની રક્ષા કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે,આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી દવા નિર્માતા છે તેમજ ભારતીય યુવાનોની વચ્ચે ઉદ્યોગોની રૂચી ટોચ પર છે.વર્ષ 2014માં જ્યાં માત્ર અમુક સ્ટાર્ટઅપ રજીસ્ટર થયા હતા ત્યારે આજે તેની સંખ્યા 60 હજારથી પણ વધુ થઈ છે.ભારત વૈશ્વીક પુરવઠાની હરોળમાં સૌથી વિશ્વસનીય ભાગીદાર બનવા માટે કટીબધ્ધ છે.તેઓએ કહ્યું કે ભારતમાં રોકાણ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
