રાહુલ ગાંધી અમેઠી અને રાયબરેલીમાં કરશે ચૂંટણી પ્રચાર રેલી, પ્રિયંકા ગાંધીનો ફતેપુરમાં રોડ શો યોજાશે
Live TV
-
લોકસભાના બાકી તબક્કાઓ માટે હવે વિપક્ષનો પ્રચાર પણ ચરમસીમાએ પહોંચ્યો છે અને વિપક્ષના ધામા પણ ઉત્તર પ્રદેશમાં જ છે.
લોકસભાના બાકી તબક્કાઓ માટે હવે વિપક્ષનો પ્રચાર પણ ચરમસીમાએ પહોંચ્યો છે અને વિપક્ષના ધામા પણ ઉત્તર પ્રદેશમાં જ છે. આજે રાહુલ ગાંધી અમેઠી તથા રાયબરેલીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે સંયુક્ત રેલી કરશે. તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અશોક ગેહલોત સાથે ફતેપુરમાં રોડ શો કરશે. જ્યારે અરવિંદ કેજરીવાલ પંજાબના અમૃતસરથી ચૂંટણી પ્રચાર કરશે.
