Skip to main content
Settings Settings for Dark

રેલવે મંત્રાલય અત્યાર સુધીમાં 3000થી વધુ શ્રમિક ટ્રેનનું સફળ પરિ-સંચાલન કરી ચુક્યું છે : પિયુષ ગોયેલે

Live TV

X
  • રેલ મંત્રી પિયુષ ગોયેલે બધા રાજ્યોને પ્રવાસી શ્રમિકો માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ટ્રેનો માટે સહયોગની કરી અપીલ. અત્યાર સુધીમાં રેલ મંત્રાલય 3 હજારથી વધારે ટ્રેનોનું કરી ચુક્યુ છે સંચાલન. તો 1 જુનથી શરુ થનારી 100 જેટલી ટ્રેનો માટે બુકીંગ ચાલુ.

    રેલવે મંત્રી પિયુષ ગોયેલે ટવીટ કરીને જણાવ્યું હતું કે, રેલવે મંત્રાલય અત્યાર સુધીમાં 3000થી વધુ શ્રમિક ટ્રેનનું , સફળ પરિ-સંચાલન કરી ચુક્યું છે. પહેલી જૂનથી શરૂ થવા જઇ રહેલી, 200 ટ્રેન માટે બુકિંગ પણ શરૂ થઇ ચુક્યું છે. તેમણે તમામ રાજ્યોને પ્રવાસી શ્રમિકો માટે દોડાવવામાં આવી રહેલી વિશેષ શ્રમિક ટ્રેનના સંદર્ભમાં , સહયોગ કરવા અપીલ પણ કરી હતી. હાલમાં વતન પહોંચવા માંગતા લાખો પ્રવાસી શ્રમિકોને હજારો ટ્રેનની મદદથી , તેમના ગૃહ રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા છે. રેલવે પહેલી જૂનથી 200 નવી ટ્રેન દોડાવવા જઇ રહી છે. પહેલી જૂનથી દોડનારી 200 એક્સપ્રેસ ટ્રેન માટે , 1000 જેટલા ટિકિટ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આસામ અને નાગાલેન્ડમાં ફસાયેલા શ્રમિકો પણ, ઉત્તર પ્રદેશ પહોંચી રહ્યા છે. તેમના આરોગ્યની પણ રેલવે સ્ટેશને તપાસ થાય છે , અને પછી ક્વોરેન્ટાઇન સેન્ટર મોકલવામાં આવે છે. શ્રમિકોને ભોજન પાણીની અસુવિધા ના ભોગવવી પડે તેની પણ, રેલવે તકેદારી રાખી રહી છે. રેલવેએ વીતેલા 23 દિવસમાં 2600 સ્પેશ્યલ ટ્રેન દોડાવીને, 46 લાખ શ્રમિકોને તેમના ઘર સુધી પહોંચાડ્યા છે. આગામી 10 દિવસમાં વધુ 2600 ટ્રેન દોડાવીને , 36 લાખ શ્રમિકોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવાનું લક્ષ્ય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply