દેશના વિવિધ શહેરોમાં અસહ્ય ગરમીનો માહોલ, દિલ્હી સહિત અનેક રાજ્યમાં 2 દિવસ રેડ અલર્ટ
Live TV
-
દેશમાં તાપમાનનો પારો ઉંચો જવા સાથે લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 45 સેલ્સિયસને પાર કરી ગયો હતો. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને રાજસ્થાન માટે આગામી 2 દિવસ માટે રેડ વોર્નિંગ ઇસ્યૂ કરી છે.
પુર્વ ઉત્તર પ્રદેશ માટે પણ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે કેટલાક વિસ્તારમાં આગામી બે -ત્રણ દિવસમાં , તાપમાનનો પારો 47 સેલ્સિયસને પાર કરી શકે છે. પહેલી જ વખત રેડ વોર્નિંગ આપી હોય તેવા વિસ્તારના લોકોને બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા વચ્ચે ઘર બહાર ના નીકળવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગનું માનવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છુટો છવાયો વરસાદ થયા પછી 28 મેથી જ ગરમીમાં રાહત મળવાની સંભાવના છે. ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રી સેલ્શિયસની નજીક રહ્યો હતો. રાજ્યમાં કંડલા ખાતે 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.2, ગાંધીનગરમાં 42, વડોદરામાં 42.2 તો સુરતમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
