લડાકૂ જેટ એન્જિન બનાવવા માટે અમેરિકી કંપની જીઈ એરોસ્પેસ અને ભારતીય એરોસ્પેસ કંપની HAL વચ્ચે સમજૂતી
Live TV
-
F-414 એન્જિનનું સંયુક્તરૂપે ભારતમાં નિર્માણ કરવામાં આવશે.
ભારતીય વાયુસેના માટે લડાકૂ જેટ એન્જિન બનાવવા માટે પ્રમુખ અમેરિકી કંપની જીઈ એરોસ્પેસે ભારતીય એરોસ્પેસ કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે સમજૂતી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા દરમિયાન આ નિર્ણય કરવામાં આવી છે. સમજૂતી અનુસાર જીઈ એરોસ્પેસના F-414 એન્જિનનું સંયુક્તરૂપે ભારતમાં નિર્માણ કરવામાં આવશે. જેથી ભારતના લડાકૂ વિમાન MK-2 વધુ મજબૂત બની શકશે. જીઈ એરોસ્પેસ અનુસાર LCA MK-2 માટે આઠ F-414 એન્જિન ભારતને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ઉપરાંત જીઈ એરોસ્પેસ ભારત સરકાર સાથે અત્યાધુનિક મધ્યમ લડાકૂ વિમાન MK-2 એન્જિન વિનિર્માણ કાર્યક્રમને સહયોગ આપશે. જીઈ એરોસ્પેસ અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી એચ લોરેંસ કલ્પે આ સમજૂતીને ઐતિહાસિક ગણાવી છે અને જણાવ્યું છે કે, ભારત અને HAL સાથે લાંબા ગાળાની ભાગીદારીના કારણે આ સંભવ બન્યું છે. આ સમજૂતી બંને દેશોના ઘનિષ્ઠ સંબંધમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
