લોકસભામાં આજે દિલ્હી સરકાર અધ્યાદેશ સંશોધન બિલ પર ફરી ચર્ચા કરાશે
Live TV
-
સંસદના ચોમાસુ સત્રમાં આજે મહત્વના કાર્યો સૂચિબદ્ધ છે. લોકસભા દિલ્હીમાં અધિકારીઓની નિમણૂક અને બદલી સંબંધિત,, દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્યક્ષેત્ર શાસન સંશોધન વિધેયક 2023 પર ચર્ચા કર્યા બાદ પસાર કરશે. આ ઉપરાંત, ઇન્ટર-સર્વિસ ઓર્ગેનાઇઝેશન (કમાન્ડ, કંટ્રોલ એન્ડ ડિસિપ્લિન) બિલ, 2023 પસાર કરવા માટે સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત મહત્વપૂર્ણ બિલ પણ સૂચિબદ્ધ છે.
આ સાથે IT મંત્રી અશ્વિની વૈષ્ણવ લોકસભામાં ડિજિટલ પ્રાઈવસી પ્રોટેક્શન બિલ 2023 રજૂ કરશે. આ બિલનો હેતુ લોકોનો ડેટા સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ફાર્મસી સંશોધન બિલ 2023 રજૂ કરશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023 પણ ચર્ચા બાદ પસાર કરવામાં આવશે.
