Skip to main content
Settings Settings for Dark

લોકસભામાં આજે પીએમ આવાસ યોજના સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે

Live TV

X
  • સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. લોકસભામાં આજે પીએમ આવાસ યોજના- શહેરી, ક્રૂડ ઓઈલની કિંમત, દરેક ઘરને પાણી પુરવઠા જોડાણ, નવી રોશની યોજના, છત્તીસગઢમાં રોડ પ્રોજેક્ટ, નદી કાંઠાના ધોવાણની અસર, સૌર ઉર્જા દ્વારા ગામડાઓનું વિદ્યુતીકરણ વગેરે સંબંધિત ચર્ચા થવાની સંભાવના છે.

    ગઈકાલે સંસદના બંને ગૃહમાં મુખ્યત્વે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. એક તરફ સત્તાપક્ષે સરકારની ઉપલબ્ધી જણાવી હતી. તો વિપક્ષે જ્યા વિકાસના પાસાઓની હજુ પણ જરૂર છે તે વિશે વાત કરી હતી. 

    રાષ્ટ્રપતિ અભિભાષણની શરૂઆત ભાજપના સાંસદ ચંદ્રપ્રભા એ કરી હતી. તેમણે મુખ્ય ઉત્તરપ્રદેશમાં સરકાર દ્વારા કરાયેલા કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. જેમા રસીકરણની પ્રક્રિયા પર રેકોર્ડ સફળતા, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો હતો. તો વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ  રાષ્ટ્રપતિ અભિભાષણ પર વાત કરતા જણાવ્યુ હતુ કે સરકાર પર મોંઘવારી પર નિયંત્રણ ન કરવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભામાં પણ ચર્ચા દરમિયાન સત્તાપક્ષે કોવિડ મેનેજમેન્ટ, અર્થવ્યવ્સ્થા, અને ગરીબ કલ્યાણ જેવા મુદ્દા પર સરકારની ઉપલબ્ધિઓ રજૂ કરી હતી. તો વિપક્ષે તમામ મુદ્દાઓ પર સરકારના કામકાજ પર આંગળી ચીંધી હતી. કોરોના સંક્રમણને જોતા બજેટસત્રામાં રાજ્યસભા અને લોકસભાનુ કામકાજ અલગ અલગ સમયે ચાલી રહ્યુ છે. રાજ્યસભામાં શૂન્યકાળનો સમય 1 કલાકથી ઘટાડી 30 મિનિટ કરવામાં આવ્યો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply