લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં
Live TV
-
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે પ્રચાર પૂરજોશમાં
લોકસભાના છેલ્લા ચરણ માટે ચૂંટણી પ્રચાર જોરદાર ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશમાં ત્રણ જનસભાને સંબોધન કરશે. તેઓ મિર્જાપુર, ઘોસી અને બાંસગાવમાં જનસભાને ગજવશે. મિર્જાપુરમાં તેઓ એનડીએ ઉમેદવાર અનુપ્રિયા પટેલ માટે પ્રચાર કરશે. આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ આજે બિહાર અને પંજાબમાં ચૂંટણી પ્રચાર કરશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે બિહારની આરા સંસદીય ક્ષેત્રમાં જનસભાને સંબોધન કરશે અને જનતા પાસે ભાજપના ઉમેદવારો માટે મત માંગશે. વિપક્ષના નેતાઓ પણ લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે રેલીઓ કરી રહ્યાં છે આ ઉપરાંત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જનસભાને સંબોધન કરી રહ્યાં છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ યુપીમાં જ્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ પંજાબની વિવિધ સીટ માટે ચૂંટણી પ્રચાર કરશે.
