લોકસભા ચૂંટણીના છટ્ઠા તબક્કામાં 58 બેઠકો પર મતદાન સંપન્ન
Live TV
-
પ્રાથમિક અહેવાલ પ્રમાણે નોંધાયું સરેરાશ 59.20 ટકા મતદાન
લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠક ઉપર મતદાન પૂર્ણ થયું છે. આ ચૂંટણીમાં સરેરાશ મતદાન 59. 05 ટકા રહ્યું છે. હિંસા અને ઘર્ષણની ઘટનાઓ છતાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 78.19 ટકા મતદાન નોંધાયું છે. સૌથી ઓછું મતદાન જમ્મુ કાશ્મીરમાં 52. 28 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે બિહારમાં 53.30, હરિયાણામાં 58.33 ટકા, ઝારખંડમાં 62.74 ટકા મતદાન થયું છે. તો દિલ્લીમાં 54.48 ટકા, ઓડિશામાં 60.07 ટકા, ઉત્તર પ્રદેશમાં 54. 03 ટકા મતદાન નોંધાયું છે.
છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, પશ્ચિમ બંગાળની 8, બિહારની 8, દિલ્હીની 7, ઓડિશાની 6, ઝારખંડની 4, જમ્મુ-કાશ્મીરની અનંતનાગ અને રાજૌરી બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. દેશમાં સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજાશે.
