Skip to main content
Settings Settings for Dark

લોકસભા ચૂંટણી: આવતીકાલે 9 રાજ્યની 96 બેઠક પર ચોથા તબક્કાનું મતદાન

Live TV

X
  • આવતીકાલે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 9 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 96 લોકસભા બેઠકો પર મતદાન 13 મેએ મતદાન થવાનું છે. જેમાં આંધ્રપ્રદેશની 25 બેઠકો, તેલંગાણાની 17 બેઠકો, ઉત્તર પ્રદેશની 13 બેઠકો, મહારાષ્ટ્રની 11 બેઠકો, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની આઠ-આઠ બેઠકો, બિહારની 5 બેઠકો, ઝારખંડ અને ઓડિશાની ચાર-ચાર બેઠકો સાથે જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચે કહ્યું છે કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે કુલ એક હજાર 717 ઉમેદવારો મેદાનમાં છે.

    આંધ્ર પ્રદેશમાં 175 બેઠકો અને ઓડિશાની 28 વિધાનસભા બેઠકો માટે સિંગલ ફેઝ વિધાનસભા ચૂંટણી માટે પણ આ તબક્કામાં મતદાન થવાનું છે.

    એક લાખ 92 હજાર મતદાન મથકો પર 19 લાખથી વધુ મતદાન અધિકારીઓ તૈનાત રહેશે. મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે સમાપ્ત થશે. પંચે જણાવ્યું હતું કે, તેલંગાણાના 17 સંસદીય મતવિસ્તારના અમુક વિધાનસભા ક્ષેત્રોમાં મતદાનનો સમય પંચ દ્વારા વધારવામાં આવ્યો હતો.

    ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, ચોથા તબક્કાનું મતદાન જે સંસદીય વિસ્તારોમાં થવાનું છે. ત્યાં સામાન્ય રહેવાની સંભાવના છે અને આ વિસ્તારોમાં આકરી ગરમીની સ્થિતિ નહીં હોય. જો કે, મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચે તમામ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમાં પાણી, શેડ, શૌચાલય, રેમ્પ, સ્વયંસેવકો, વ્હીલચેર અને વીજળીનો સમાવેશ થાય છે જેથી દરેક મતદાતા, જેમાં વૃદ્ધો અને વિકલાંગ વ્યક્તિઓ પણ સહેલાઈથી મતદાન કરી શકે. અત્યાર સુધી, સામાન્ય ચૂંટણી-2024 ના ત્રીજા તબક્કા સુધી 283 સંસદીય મતવિસ્તારો અને 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાન સરળતાથી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply