Skip to main content
Settings Settings for Dark

લોકસભા સત્ર આવતીકાલ સુધી કરાયું સ્થગિત, ચર્ચાને લઈ વિપક્ષના હંગામા બાદ બન્ને ગૃહની કામગીરી કરાઈ સ્થગિત

Live TV

X
  • ચોમાસુ સત્રનો ત્રીજો દિવસે પણ ચર્ચાને લઈ વિપક્ષના હંગામાં બાદ બન્ને ગૃહ 2 વાગ્યા સુધી સ્થગિત કરાયા હતા. ત્યાર બાદ ફરી 2 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થઈ હતી પરંતુ ફરી હંગામો થતા આવતીકાલ સુધી સંસદના બન્ને ગૃહની કાર્યવાહી સ્થગિત કરાઈ હતી.

    સંસદનું ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ વિપક્ષના હોબાળાને કારણે આવતી કાલ સુધી સંસદના બન્ને ગૃહની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ હતો. સવારના સમયે સંસદ શરૂ થયા બાદ બંન્ને ગૃહોમાં વિપક્ષના હોબાળાને કારણે પહેલાં બપોરે 2 વાગ્યા સુધી બંને ગૃહોની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. ત્યાર બાદ સંસદની કામગીરી શરૂ થઈ હતી જો કે, ફરી હોબાળાને કારણે આવતીકાલ સુધી સંસદના બંને ગૃહની કામગીરી સ્થગિત કરવામાં આવી છે. તો લોકસભામાં નેશનલ ડેન્ટલ કમિશન બિલ, 2023 રજૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ રાજ્યસભામાં સંજય સિંહને બાકીના સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્પીકર સાથે દલીલ કરવા બદલ સંજય સિંહને બાકીના ચોમાસું સત્રમાં સસ્પેન્ડ કરાયા છે. તો સરકાર મણિપુર મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે અને આ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, તેઓ સંસદમાં ચર્ચા માટે તૈયાર છે અને સંસદમાં આ મુદ્દે ચર્ચા થાય તે જરૂરી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply