સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી પરિષરના ASI સર્વે પર વચગાળાની રોક લગાવી, સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ જવાની આપી સલાહ
Live TV
-
વારાણસી જિલ્લા કોર્ટેના નિર્ણય બાદ સોમવારે જ્ઞાનવાપી પરિષરનો વૈજ્ઞાનિક સર્વે શરૂ કરવામાં આવ્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે વચગાળાની રોક લગાવી છે. આગામી 26 જુલાઈ સાંજ 5 વાગ્યા સુધી વૈજ્ઞાનિક સર્વે શરૂ ન કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે. તો આવતા અઠવાડિયા સુધી કોઈ પણ પ્રકારનું હાલ ખોદકામ કરવામાં આવશે નહી. મુસ્લિમ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટમાં સર્વે વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદારને હાઇકોર્ટમાં અપીલ કરવા માટે સમય મળવો જોઈએ. જેને લઈને સુપ્રીમ કોર્ટે સર્વે કરવા ઉપર 26 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી વૈજ્ઞાનીક સર્વે પર રોક લગાવી હતી. તો આ પહેલા જિલ્લા કોર્ટમાં હિન્દુ પક્ષ તરફથી વિવાદીત સ્થળ સિવાય સમગ્ર જ્ઞાનવાપી પરિષરનો ASI સર્વે કરાવવાની માંગ કરવામાં આવી હતી. જેના પર જિલ્લા જજે જ્ઞાનવાપી મસ્જિદના વિવાદીત સ્થળને છોડીને ASI સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો. જે અતર્ગત સોમવારે સવારે જ્ઞાનવાપી પરિષરમાં ASI ટીમ દ્વારા કાર્બન ડેટિંગ પદ્ધતિથી સર્વેની શરૂઆત કરાઈ હતી.
