વાણીજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજે બ્રિટનના પ્રવાસે જશે
Live TV
-
વાણીજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજે બ્રિટનના બે-દિવસીય પ્રવાસે જશે.
વાણીજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ આજે બ્રિટનના બે-દિવસીય પ્રવાસે જશે. તેમનો આ પ્રવાસ ભારત અને બ્રિટન વચ્ચે ચાલી રહેલી મુક્ત વેપાર સમજૂતી પર કેન્દ્રીત રહેશે.
આ દરમિયાન યુરોપીય મુક્ત વેપાર સંગઠન દેશોના સભ્યો સાથે વેપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી પર ચર્ચા થશે. તેમના પ્રવાસનો ઉદેશ આર્થિક સંબંધોને મજબુત કરવો, વેપારની અડચણોને દૂર કરવાનો અને ટેકનોલોજી અને નવાચારને વધારવોનો છે.
આ પ્રવાસ આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે પરસ્પરહિતોની સમજૂતી તરફ આગળ વધવા અને આર્થિક સંબંધોને વિસ્તાર આપવા ભારતની પ્રતિબધ્ધતાને દર્શાવવાનો છે.
