Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ બંગાળઃ ચૂંટણીમાં હિંસા બાદ આજે ફરીથી 697 મતદાન કેન્દ્રો પર વોટિંગ

Live TV

X
  • પશ્રિમ બંગાળના વિવિધ જિલ્લામાં પંચાયત ચૂંટણી માટે ફરીથી મતદાન થઇ રહ્યું છે.

    પશ્રિમ બંગાળના વિવિધ જિલ્લામાં પંચાયત ચૂંટણી માટે ફરીથી મતદાન થઇ રહ્યું છે. આ જિલ્લાના કુલ 697 મતદાન કેન્દ્રો પર પુન મતદાન કરાવવામાં આવી રહ્યું છે. મુશીદાબાદ જિલ્લામાં 175, માલદામાં 110, નાદિયા જિલ્લામાં 79 કેન્દ્રો પર ફરી મતદાન ચાલુ છે. 

    પશ્રિમ બંગાળમાં શનિવારે પંચાયત ચૂંટણી માટે મતદાન થયું હતું. જો કે, આ દરમિયાન ભારે હિંસા થઇ હતી. ચૂંટણી દરમિયાન અનેક લોકોની હત્યા પણ થઈ હતી. જ્યારે કેટલીક જગ્યાએ બુથ કેપ્ચરીંગના બનાવો પણ બન્યા હતાં. જેના કારણે આજે ફરીથી મતદાન થઈ રહ્યું છે.

    પુનઃ મતદાન આજે સવારે સાત વાગે શરૂ થયું છે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. દરેક મતદાન મથકે સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવી છે. પશ્રિમ બંગાળના રાજ્યપાલ ગૃહમંત્રી અમિત શાહને મળવા નવીદિલ્હી પહોચ્યાં છે. તેઓ બંગાળની પંચાયત ચૂંટણી અંગે અહેવાલ સોંપી શકે છે. રાજ્યપાલે શનિવારે મતદાન દરમિયાન સ્થિતિની તપાસ કરી હતી. તેમણે ઇજાગ્રસ્તો તેમજ પરિવારની મુલાકાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply