ગુજરાતઃ રાજ્યસભા ચૂંટણી માટે ડૉ. એસ. જયશંકર ભરશે ઉમેદવારી પત્ર
Live TV
-
રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઇએ ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઇએ ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે 24 જુલાઇએ ચૂંટણી પૂ્ર્ણ થયા બાદ સાંજે મત ગણતરી હાથ ધરવામાં આવશે.
ગુજરાતની જે 3 રાજ્યસભા બેઠકોના સાંસદોનો સમય પૂર્ણ થઈ રહ્યો તેમાં ભારતના વિદેશમંત્રી ડૉ. એસ જયશંકરનો પણ સમાવેશ થાય છે. જેથી વિદેશમંત્રી રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવશે. ડૉ. એસ જયશંકર આજે ગુજરાત વિધાનસભા ખાતે બપોરે 12.39 ફોર્મ ભરશે અને ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવશે.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. જે પૈકી 8 બેઠકો ભાજપ પાસે અને કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આજે ડૉ. એસ. જયશંકર જ્યારે ફોર્મ ભરશે ત્યારે તેમના ફોર્મ ભરતી વખતે CM ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત 10 ટેકેદારો હાજરી આપશે.
