હમ્પી: G-20 સંસ્કૃતિ કાર્ય સમુહની બેઠકનો આજે બીજો દિવસ
Live TV
-
કર્ણાટકના હમ્પીમાં ચાલુ જી-20 સંસ્કૃતિ કાર્ય સમુહની બેઠકનો આજે બીજો દિવસ છે.
કર્ણાટકના હમ્પીમાં ચાલુ જી-20 સંસ્કૃતિ કાર્ય સમુહની બેઠકનો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય સંસ્કૃતિમંત્રી જયકિશન રેડ્ડી, સંસ્કૃતિ રાજ્યમંત્રી અર્જુનરામ મેઘવાલ, મિનાક્ષીલેખી, સંસ્કૃતિ મંત્રાલયમાં સચિવ ગોવિંદ મોહન આજે ઉદધાટન કાર્યક્રમમાં અતિથી બનશે.
આજે બેઠકની પ્રસ્તાવના અને માર્ગદર્શક સિદ્ધાંતો પર વિચારવિમર્શ થશે. ત્યાર બાદ 11 જુલાઇ સુધી બેઠકના અનેક સત્રો યોજાશે. જેમાં જી-20ની સાંસ્કૃતિક પરિયોજનામાં થયેલ પ્રગતીની વર્તમાન સમિક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં ભાગલેવા આવેલા પ્રતિનિધીઓને હમ્પીના ઐતિહાસીક સ્થળો અને હસ્તશિલ્પ કેન્દ્રો પર લઇ જવામાં આવશે.
દરમિયાન ગુજરાતના કેવડિયામાં આજથી જી-20ની વેપાર અને રોકાણ કાર્ય સમુહની બેઠક યોજાશે. ત્રણ દિવસની બેઠકમા જી-20 સભ્ય દેશો આમંત્રીત દેશો ક્ષેત્રીય સમુહો અને આંતરરાષ્ટ્રીય સંગઠનના 75થી વધુ પ્રતિનીધી ભાગ લેશે.
બેઠકનો મુખ્યઉદેશ વૈશ્વીક વેપાર અને રોકાણ સંબધીત મુદે ભારતની જી-20 અધ્યક્ષતામાં રખાયેલા કાર્યો પ્રસ્તાવોને પુરા કરવા પર પરસ્પર સંમતિ બનાવવાનો રહેશે. 11 અને 12 જુલાઇના રોજ ટેકનીકલ સત્રનું આયોજન કરવામાં આવશે.
