Skip to main content
Settings Settings for Dark

વાતાવરણમાં પલટો, ઉત્તર ભારતના રાજ્યોમાં બરફની વર્ષા 

Live TV

X
  • ઉત્તર ભારતમાં અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી રાજ્યોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે.

    ગુલમર્ગની વાદીઓમાં તો બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. જમ્મુ-શ્રીનગરનો હાઈવે પણ બંધ થઈ ગયો છે. કાશ્મીરના પીર પંજાલ પર્વતીય ક્ષેત્રમાં પણ ભારે બરફ વર્ષા થઈ રહી છે. જમ્મુ ક્ષેત્રના પૂંછ અને રાજૌરી જિલ્લાને જોડનાર માર્ગ મુગલ રોડ પર ભારે બરફવર્ષાના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. 

    હિમાચલ પ્રદેશમાં આજે સવારે પણ કુલુ અને લાહુલ સ્પીતિના વિસ્તારોમાં પણ બરફવર્ષા થઈ હતી. બરફવર્ષાના કારણે તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. જેના પગલે આ પ્રદેશોમાં ઠંડી પણ વધી ગઈ છે. રોહતાંગમાં પણ એક ફૂટથી વધુ બરફ રોડ પર પથરાયો છે, અને હજુ પણ બરફવર્ષા થઈ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
apply