વારાણસીથી કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને હેટ સ્પીચ આપવા બદલ નોટિસ, 27 મે સુધીમાં જવાબ આપવો પડશે
Live TV
-
આરોપ છે કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે કોવિશિલ્ડ રસીની આડ અસરો અંગે મહામંડલ નગર લહુરાબીરમાં તેમના કેમ્પ ઓફિસમાં 30 એપ્રિલ, 2024 ના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. કોઈપણ પુરાવા વગર તેમણે પ્રધાનમંત્રી પર અભદ્ર ટિપ્પણી કરી અને તેમને હત્યારા ગણાવ્યા. જે આદર્શ આચાર સંહિતાના ભંગની શ્રેણીમાં આવે છે.
આ મામલે ભાજપ લો સેલના કાશી પ્રદેશ સંયોજક એડવોકેટ શશાંક શેખર ત્રિપાઠીએ ચૂંટણી પંચને આ અંગે ફરિયાદ કરી હતી. આ મામલાની નોંધ લેતા ચૂંટણી કાર્યાલય તરફથી પ્રદેશ અધ્યક્ષ અજય રાયને નફરત ફેલાવનાર ભાષણ આપવા બદલ નોટિસ આપવામાં આવી છે. ચૂંટણી કાર્યાલય તરફથી નોટિસ આપીને અજય રાયને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 27 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે.
