Skip to main content
Settings Settings for Dark

ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર મોદી આજે હરિયાણા અને દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ચૂંટણી પ્રચાર અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને આ જ ઉપક્રમમાં પ્રધાનમંત્રી આજે બપોર બાદ ત્રણ જાહેરસભાઓને સંબોધશે. જેમાં હરિયાણામાં બે અને દિલ્હીમાં એક જાહેરસભાને સંબોધશે. આજે બપોરે હરિયાણાના અંબાલામાં જાહેર સભા કર્યા બાદ પ્રધાનમંત્રી સોનીપતમાં જનસભા કરશે. આ પછી પ્રધાનમંત્રી સાંજે 6.30 વાગ્યે ઉત્તર પૂર્વ દિલ્હીમાં જનસભાને સંબોધિત કરશે.

    ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અમિત શાહ આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. અમિત શાહ ઉત્તર પ્રદેશમાં બે રેલી અને એક રોડ શો કરવાના છે. સૌથી પહેલા અમિત શાહ ભાજપના ઉમેદવાર અનુરાગ શર્માના સમર્થનમાં ઝાંસીમાં જાહેર સભા કરશે અને પછી બાંદામાં આર.કે.સિંહ પટેલના સમર્થનમાં વોટ માટે અપીલ કરશે. બાંદા બાદ અમિત શાહ અમેઠીમાં સ્મૃતિ ઈરાની માટે રોડ શો કરતા જોવા મળશે.

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. જ્યાં હિમાચલમાં તેઓ આજે ત્રણ રેલીઓ કરવાના છે. જે.પી. નડ્ડા પહેલા ફતેહપુરના રૈહાનમાં બીજેપી ઉમેદવારના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે. ફતેહપુર પછી, જેપી નડ્ડા ચંબાથી ભાજપના ઉમેદવાર ડૉ. રાજીવ ભારદ્વાજના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે. આ પછી તેઓ શિમલા સંસદીય ક્ષેત્રના સોલનમાં ચૂંટણી રેલી કરતા જોવા મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply