Skip to main content
Settings Settings for Dark

5મા તબક્કાના મતદાન માટેના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ

Live TV

X
  • લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. પાંચમા તબક્કાનું મતદાન સોમવારે એટલે કે 20મી મેએ થવાનું છે. આજે સાંજે પાંચ વાગ્યે પાંચમાં તબક્કાનાં ચૂંટણી પ્રચારનાં પડઘમ શાંત થઈ જશે. તમને જણાવી દઈએ કે, પાંચમા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 49 સીટો પર મતદાન થવાનું છે.

    જો આપણે પાંચમા તબક્કામાં સમાવિષ્ટ હાઈપ્રોફાઈલ સીટોની વાત કરીએ તો તેમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી સીટ, મહારાષ્ટ્રમાં મુંબઈની તમામ 6 લોકસભા સીટો, બિહારની સીતામઢી અને હાજીપુર સીટ, ઓડિશાની બોલાંગીર અને કંધમાલ, ઝારખંડની ચત્રા, કોડરમા અને હજારીબાગ, પશ્ચિમ બંગાળની બેરકપુર અને હાવડા, જમ્મુ-કાશ્મીરની બારામુલ્લા અને લદ્દાખ લોકસભા સીટ સામેલ છે. આ તબક્કામાં રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, રાજનાથ સિંહ, પીયૂષ ગોયલ, રોહિણી આચાર્ય અને ચિરાગ પાસવાન જેવા અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ દાવ પર છે.    
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply