વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું ભારત અને ચીન દ્વારા LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડવાની પ્રક્રિયા શરૂ
Live TV
-
વિદેશમંત્રીએ ઇન્ડિયા ગ્લોબલ વીકમાં કહ્યું કોવિડ 19 પર કાબુ મેળવવા ભારતે અપનાવેલી બહુ-આયામી નીતિથી, મૃ્ત્યુદર પર અંકુશમાં મેળવવામાં મળી છે સફળતા
ઈન્ડિયા ગ્લોબલ વીકમાં સંબોધન કરતા વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું હતું કે, લદ્દાખમાં ચીની સૈનિકોની સંખ્યામાં ઘટાડો અને પરત જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.. અને આ પ્રક્રિયા આગળ વધી રહી છે... આ ઉપરાંત વિદેશમંત્રીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને સરકાર દ્વારા કરાયેલી કામગીરીને લઈને જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ સંકટને પહોંચી વળવા માટે ભારત સરકારના અનેકવિધ પ્રયાસોના કારણે આ બિમારીથી મૃત્યુદરને ઘટાડી શકાયો છે..
