પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી
Live TV
-
ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. આ સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રધાનમંત્રીએ વિવિધ રાજ્યોમાં કોવિડ-19ની તૈયારીઓ અંગે જાણકારી મેળવી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ સાર્વજનિક જગ્યાઓ પર સ્વચ્છતા અને સામાજીક અનુશાસનનું પાલન કરવા પર ભાર મુક્યો હતો. તો પ્રધાનમંત્રીએ કોવિડ-19 અંગે જાગૃતિ ફેલાવવા માટે વ્યાપક પ્રમાણમાં પ્રચાર કરવામાં આવે તેવું પણ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ ધન્વંતરી રથની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની કામગીરી અન્ય રાજ્યોમાં પણ થવી જોઈએ
