સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા કેસોની સંખ્યા 2.31 લાખ કરતાં વધારે, સાજા થવાનો દર વધીને 63%ની નજીક પહોંચ્યો
Live TV
-
કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પૂર્વ-સક્રિય, પૂર્વ-અસરકારક અને સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કન્ટેઇન્મેન્ટ ઝોનના અસરકારક અમલીકરણ, સર્વેલન્સની કામગીરીઓ, સમયસર નિદાન અને કોવિડ-19ના ચેપગ્રસ્ત કેસોનું અસરકારક તબીબી વ્યવસ્થાપન જેવા વિવિધ પગલાં લેવાથી કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા પાંચ લાખનો આંકડો વટાવીને આજે 5,15,385 સુધી પહોંચી ગઇ છે અને આ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હાલમાં દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 2,31,978 વધારે છે.
સક્રિય કેસ અને સાજા થયેલા કેસ વચ્ચેનું અંતર એકધારું વધી રહ્યું હોવાથી, સાજા થવાનો દર પણ વધીને 62.78% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 19,870 દર્દીઓ સાજા થઇ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,83,407 સક્રિય કેસ છે અને તમામને જો ગંભીર કેસ હોય તો કેન્દ્ર અથવા રાજ્ય સરકારોની હોસ્પિટલોમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને જો દર્દીમાં સામાન્ય લક્ષણો જોવા મળે અથવા લક્ષણો ના હોય તો, તેમન હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.
તાજેતરમાં નીતિઓમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે, જેમકે, નોંધણીકૃત હોય તેવા તમામ મેડિકલ પ્રેક્ટિશનરો કોવિડ-19ના પરીક્ષણ માટે ભલામણ કરી શકે છે અને RT-PCR પરીક્ષણની સાથે-સાથે રેપિડ એન્ટિજેન પરીક્ષણ પોઇન્ટ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેના કારણે દેશમાં કોવિડ-19ના પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અત્યાર સુધીમાં દેશમાં ICMR હેઠળ આવતા 1,180 નિદાન લેબોરેટરીના નેટવર્કમાં જાહેર અને ખાનગી ક્ષેત્રોની લેબોરેટરીઓમાં કુલ મળીને 1,13,07,002 સેમ્પલના કોવિડ માટે પરીક્ષણો કરવામાં આવ્યા છે. દેશમાં સરકારી ક્ષેત્રની પરીક્ષણની લેબોરેટરીઓની સંખ્યા વધીને 841 સુધી પહોંચી ગઇ છે, જ્યારે ખાનગી ક્ષેત્રની કોવિડ-19ના પરીક્ષણની લેબોરેટરીઓની સંખ્યા વધીને 339 થઇ ગઈ છે. દૈનિક પરીક્ષણની સંખ્યામાં એકધારો વૃદ્ધિનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને દેશમાં ગઇકાલે કુલ 2,82,511 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હાલની સ્થિતિ અનુસાર, દેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા 8,193 છે.
• વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 620 (સરકારી: 386 + ખાનગી: 234)
• TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 463 (સરકારી: 420 + ખાનગી: 43)
• CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 97 (સરકારી: 35 + ખાનગી: 62)


