દેશમાં કોરોનાનો રિક્વરી રેટ 82.58 ટકા પર, સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યા 50,16,520 થઇ
Live TV
-
દેશમાં કોરોના સામેનો જંગ ચાલી રહ્યો છે. સરકારના સઘન પગલાને કારણે સારા પરિણામ સામે આવી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં વીતેલા 24 કલાકમાં 74,893 દર્દી કોરોનાને માત આપીને સાજા થયા છે. કોરોના મહામારી સંક્રમિત દર્દીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ 50 લાખ16 હજાર 520 દર્દી સ્વસ્થ થઈ ચુક્યા છે. તેના કારણે રિકવરી રેટ વધીને 82.58 ટકા થયો છે. દેશમાં કોરોના મૃત્યુદર પણ ઘટીને 1.57 ટકા થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 82,170 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીના કુલ કેસોની સંખ્યા 60 લાખને પાર પહોંચી છે, જયારે કુલ
સક્રિય કેસની 9,62,640 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, દેશની ટેસ્ટિંગ ક્ષમતા સતત વધી રહી છે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં 7.1 કરોડથી વધુ ટેસ્ટ થઇ ચુક્યા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 7,09,394 ટેસ્ટ થયા છે.