પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કના પીએમ મેટ ફેડરિકશન આજે દ્વિપક્ષીય શિખર સંમેલનમાં થશે સામેલ
Live TV
-
યુરોપીય દેશો સાથે ભાગીદારી વધારવાની કડીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેનમાર્કના પીએમ મેટ ફેડરિકશન આજે દ્વિપક્ષીય શિખર સંમેલનમાં સામેલ થશે. વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાનાર વરચ્યુલન સંમેલન દરમિયાન બન્ને દેશો વચ્ચે બોધ્ધીક સંપત્તિ સહિત સહયોગથી જોડાયેલ એક સમજુતી થશે તેની સાથે ડેનમાર્ક સૌર જોડાણની સાથે પણ સામેલ થશે. વિદેશમંત્રાલય અનુસાર પીએમ મોદી અને પ્રધાનમંત્રી ફેડરિક્શન વચ્ચે યોજાનાર આ શિખર બેઠક દ્વિપક્ષીય સબંધોના મજબુત માળખાની સમિક્ષા અને તેને મજબુત કરવા માટે મહત્વપૂર્ણ બનશે. ભારત અને ડેનમાર્ક વચ્ચે જ્યાં 70 વર્ષથી રાજકીય સબંધો છે ત્યાં ઐતિહાસીક સબંધો 400 વર્ષ જુના છે. ભારતને દુધ ઉત્પાદનમાં મળેલી સફળતા શ્વેત ક્રાંતીમાં ડેનમાર્કનું યોગદાન છે. તેની સાથે પવન ઉર્જા ક્ષેત્રને વિકસીત કરવામાં ડેનમાર્કનો સહયોગ મળ્યો છે. ભારત અને ડેનમાર્ક વચ્ચે દ્વિપક્ષીય વેપારમાં ગત 3 વર્ષમાં 30 ટકા વૃધ્ધી નોંધાઇ છે. લગભગ 200 ડેનીસ કંપનીઓએ ભારતમાં શીપીંગ, નવીની કરણ ઉર્જા, પર્યાવરણ, કૃષી, ખાદ્ય સંસ્કરણ, સ્માર્ટસીટી વિકાસ સહિત મેક ઇન ઇન્ડિયાની અનેક યોજનાઓમાં રોકાણ કર્યું છે. જ્યારે ડેનમાર્કમાં 25 ભારતીય કંપનીઓએ આઇ ટી, નવીન ઉર્જા, અને એન્જીનીયરીંગ ક્ષેત્રમાં કામ કરી રહી છે. કોરોનાના સમયમાં યોજાઇ રહેલ આ સંમેલનથી બન્ને દેશો વચ્ચે પરસ્પર સબંધોને એક નવી ઉચાઇ મળવાની આશા છે.