આજે ક્રાંતીકારી સ્વતંત્રતા સેનાની ભગતસિંહની 113મી જન્મજયંતી
Live TV
-
આજે ક્રાંતીકારી સ્વતંત્રતા સેનાની ભગતસિંહને તેમની 113મી જયંતી છે. આજના દિવસે 1907માં અવિભાજીત પંજાબના લાયતપુર જિલ્લાના બંગા ગામમાં ભગતસિંહનો જન્મ થયો હતો. દેશભકિતની ભાવનાથી ઓતપ્રોત શહિદે આઝમ ભગતસિંહ આઝાદીના સંધર્ષમાં એવા જોડાયા કે પુરૂ જીવન દેશને સમર્પીત કર્યું. ભગતસિંહે દેશની આઝાદી માટે જોરદાર સાહસ સાથે શક્તિશાળી બ્રિટિશ સરકારનો પ્રતિકાર કર્યો. વતનની આઝાદી માટે જાનની કુરબાની આપનાર ભગતસિંહે દેશની આઝાદી માટે મહત્વની ભુમિકા નિભાવી હતી. જ્યારે જલીયાંવાલા બાગ હત્યાકાંડ થયો ત્યારે તેઓ 12 વર્ષના હતાં. પિતા કિશનસિંહ અને કાકા અજીતસિંહ થી પ્રેરીત થઇ ને આઝાદીની જંગમાં ઇન્કલાબ ઝીંદાબાદનો નારો આપ્યો હતો. આઝાદીની લડાઇમાં ભગતસિંહ ખુન-ખરાબાની વિરૂધ્ધ હતાં. હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રીપબ્લીકન એસોસીએશનના સ્થાપક સભ્ય એવા એક જવાને સમગ્ર હિન્દુસ્તાનમાં એક એવી લહેર ઉભી કરી કે તેનો જુસ્સો દરેક જવાનમાં જોવા મળ્યો. આજની યુવા પેઢી આઝાદી ના દિવાના ભગતસિંહની કુરબાનીને યાદ કરે છે.