INS વિરાટ અંતિમ સફરે, 10 મહિનાની અંદર તોડવાની કામગીરી પૂરી થશે
Live TV
-
દેશના નૌકાદળમાં સતત 30 વર્ષ સેવા આપી નિવૃત્ત થયેલું INS વિરાટ હવે તેની અંતિમ સફરે છે. આજે બપોરે અલંગ શિપબ્રેકિંગ યાર્ડની જમીન પર વિરાટ આવી પહોંચશે.બીચિંગના અવસરે કેન્દ્રીય મંત્રી શિપિંગ મંત્રી, રાજ્ય સરકારના કેટલાક મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.વિરાટને ખરીદનાર શ્રી રામ ગ્રુપ દ્વારા જહાંજને બપોરે 2 કલાકે બીચ કરાવાશે.
બીચિંગ પ્રક્રિયા સાથે સંકળાયેલા શિપ બિચિંગના નિષ્ણાત પૂર્વજીત સિંહ સરવૈયાના જણાવ્યા પ્રમાણે એન્કરેજ પોઈન્ટ પરથી ટગ સિંહ ચિતા દ્વારા INS વિરાટને ખેંચી લાવવામાં આવી રહ્યું છે.વિરાટના અલંગમાં આગમન બાદ 10 મહિનાની અંદર તેને તોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહેમાનો અલંગ હેલિપેડથી હેલિકોપ્ટરમાં બેસી જહાંજ પર જશે અને જહાજના ડેક પરથી નિરીક્ષણ કરશે.