રાજસ્થાન: શિક્ષક ભરતી આંદોલનમાં સમાધાન થતાં ગોધરા-શામળાજી હાઇવે ફરી વાહનોથી ધમધમતો થયો
Live TV
-
રાજસ્થાનમાં શિક્ષક ભરતી આંદોલનમાં વહિવટી તંત્ર અને આગેવાનો વચ્ચે સમાધાન થતાં ગોધરા-શામળાજી હાઇવે ફરી વાહનોથી ધમધમતો થયો છે. આ મુદે ત્રણ દિવસ હાઇવે બંધ રહેતા મોટી સંખ્યામાં વાહનો અટવાઇ પડ્યાં હતાં. ગઇરાત્રી થી ધોરીમાર્ગ ખુલી જતાં પોલીસે પણ રાહત અનુભવી હતી. આંદોલનના કારણે ગુજરાતથી રતનપુર થઇ જતા નેશનલ હાઇવે રોડ નં.8 નો ખેરવાડા રાજસ્થાન તરફનો રસ્તો બંધ કરાયો હતો. ગુજરાતમાં મુખ્યત્વે આ રાજસ્થાન રાજ્યની બોર્ડરને અડીને આવેલ વિસ્તારમાં કોઇ પ્રત્યાઘાત ન પડે તે સારૂં ગાંધીનગર રેંજ આઇજી અભય ચુડાસમા તથા જીલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા ભીલોડા, શામળાજી, ઇસરી, મેઘરજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી સતત ચાંપતી નજર રાખવામાં આવી હતી.