Skip to main content
Settings Settings for Dark

ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોરોના વિષે લખ્યું પુસ્તક, 15 ઓગષ્ટે ગૃહ રાજ્યમંત્રીના હસ્તે થયું વિમોચન

Live TV

X
  • કોરોનાના કપરાકાળમાં લોકો આ રોગને નાબુદ કરવાની દિશામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે ત્યારે 9માં ધોરણમાં અભ્યાસ કરતી એક તરુણીએ આ સબંધમાં એક પુસ્તક લખ્યું છે. લખવાનો ઉમદા વિચાર આવતા તેના પિતાના પ્રોત્સાહનથી તેણીએ 100 પાનાનું એક અંગ્રેજીમાં પુસ્તક લખ્યું હતું અને તેનું વિમોચન 15 ઓગષ્ટે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ માહિતીસભર પુસ્તકમાં 17 વિષયોને આવરી લેવામાં આવ્યાં છે. આ પુસ્તક અંગે અદીતી જાડેજાએ જણાવ્યું હતું કે આ પુસ્તક તૈયાર કરવા માટે સોશિયલ મીડિયા, ગુગલ, સમાચાર તેમજ સરકારી સ્ત્રોતનો સહારો લેવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને વાયરસ કઈ રીતે ફેલાય છે, વાયરસ ફેલાયા પછીની આર્થિક વ્યવસ્થા ઉપર તેની અસરો, ચેપ લાગવાના લક્ષણો કયા છે તેનો સામનો કઈ રીતે કરી શકાય. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આર્થિક સહાય,રાહત દરે સરકાર ની સેવાઓ, ગરીબોને અનાજ વિતરણ, શ્રમિકો અને ગરીબો માટેની યોજનાઓ, વિધવા સહાય યોજના જેવી બાબતો ઉપરાંત અલગ અલગ રાજ્યોના હેલ્પલાઇન નંબરો અને કઠિન કાળમાં કોરોના નો સામનો કરવો આ ઉપરાંત ઘણી બધી બાબતો ઝીણવટ પૂર્વકના આંકડાકીય માહિતી,કોષ્ટક સહિત પુરી પાડવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply