મહેસાણાઃ નગીનપુરા પ્રા.શાળામાં મેગ્નેટિક સ્લેટ-નકશાનું નિર્માણ, જિલ્લા શિક્ષણે કામગીરી બિરદાવી
Live TV
-
મહેસાણા જિલ્લાની નગીનપુરા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 1 અને 2 પ્રજ્ઞા વર્ગ શિક્ષકોની મહેનત અને ધગશને કારણે સાધન સજ્જ છે.
જુથ ચાર્ટના કલર કોડ પ્રમાણે વર્ગખંડમાં સ્ટુલને કલર કોડ મુજબ, કલર કરવા માં આવ્યા છે. શાળામાં બાળકો માટે, શૈક્ષણિક સાધન સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે.
શાળાના શિક્ષક જગદીશ ભાઈ ખત્રી દ્વારા મેગ્નેટિક સ્લેટ અને મેગ્નેટિક નકશાનું નિર્માણ કરવામાં આવેલું છે. ક્લસ્ટરની શાળાઓમાં તેનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. તેની મદદથી બાળકો ગણિતના ભૌમિતિક આકારોની સમજ મેળવી શકે છે.
જગદીશભાઈ અને રવિ ભાઈ બાળકોના દફ્તરનું વજન ઓછું કરવા માટેનો નવતર પ્રયોગ પણ કરેલો છે. G.C.E.R.T.ના નિયામક ડૉ. T.S.જોષી અને મહેસાણા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રિન્સિપાલ વિનોદ અડીયોલે નગીન પુરા શાળાની મુલાકાત લીધી હતી. તેમણે મેગ્નેટિક સ્લેટ અને નકશાનું પરીક્ષણ કરીને શિક્ષકોની આ કામગીરીને બિરદાવી હતી.