વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર શ્રીલંકના પ્રવાસે, શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત
Live TV
-
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર શ્રીલંકના પ્રવાસે છે. એસ.જયશંકર આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે.
વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર શ્રીલંકના પ્રવાસે છે. એસ.જયશંકર આજે કોલંબોમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. શ્રીલંકામાં ચાલી રહેલી રાજકીય અને આર્થિક અસ્થિરતા વચ્ચે એસ. જયશંકરનો આ પ્રવાસ ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ પહેલાં વિદેશમંત્રીએ કાલે કોલંબો પહોંચ્યા બાદ શ્રીલંકાના વિદેશમંત્રી અનિસ સાબરી સાથે મુલાકાત કરી હતી. આ દરિમયાન બન્ને નેતાઓ વચ્ચે કેનકટિવી, ઉર્જા, ઉદ્યોગ, સ્વાસ્થય અને ભારત શ્રીલંકા સહયોગ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી.
