Skip to main content
Settings Settings for Dark

વિદેશમંત્રી ડો. જયશંકર આજે ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના સાત દિવસીય પ્રવાસે રવાના થશે

Live TV

X
  • આ સંગઠનને મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરાશે.

    વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડના સાત દિવસીય પ્રવાસે રવાના થશે. વિદેશમંત્રી જયશંકર 13-14 જુલાઈના રોજ આસિયાન-ભારત, પૂર્વ એશિયા સમિટ અને આસિયાન ક્ષેત્રીય ફોરમ ફોર્મેટમાં આસિયાન માળખા હેઠળ વિદેશ મંત્રીઓની બેઠક માટે ઇન્ડોનેશિયાના જકાર્તાની મુલાકાત લેશે. તેઓ અન્ય દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. ત્યારબાદ થાઈલેન્ડના બેંગકોક જશે. જ્યાં તેઓ મેકોંગ ગંગા કોઓપરેશન મિકેનિઝમની 12મી વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. MGC એ મેકોંગ પ્રદેશની સૌથી જૂની મિકેનિઝમ્સમાંની એક છે અને તે ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી દ્વારા સંચાલિત છે. વિદેશમંત્રી 17 જુલાઈના રોજ મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન એટલે બિમ્સટેક પર વિદેશ મંત્રીઓની રીટ્રીટમાં પણ ભાગ લેશે. BIMSTEC એ એક આર્થિક અને તકનીકી પહેલ છે જે બંગાળની ખાડીના દેશોને બહુ-પરિમાણીય સહયોગ માટે એકસાથે લાવે છે. તો. આ સંગઠનને મજબૂત કરવાના માર્ગો પર પણ ચર્ચા કરાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply