Skip to main content
Settings Settings for Dark

વિદેશ મંત્રી એસ જયશંકર આજે માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ સાથે વાતચીત કરશે

Live TV

X
  • માલદીવના વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદ આજે નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકરને મળશે. તેઓ પરસ્પર હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. બંને નેતાઓ ભારતીય અનુદાન સહાય હેઠળ પ્રોજેક્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટના આદાનપ્રદાનના સાક્ષી પણ બનશે. અબ્દુલ્લા શાહિદ ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. અબ્દુલ્લા શાહિદ નવી દિલ્હીમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ વર્લ્ડ અફેર્સ ખાતે 43મું સપ્રુ હાઉસ લેક્ચર પણ આપશે.

    વિદેશ મંત્રાલયે ધ્યાન દોર્યું કે માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો મુખ્ય દરિયાઈ પડોશી છે. બધા માટે વિકાસ અને સુરક્ષાના પ્રધાનમંત્રીના વિઝન અને નેબરહુડ ફર્સ્ટની નીતિને ધ્યાનમાં રાખીને માલદીવ આમ આ પ્રદેશમાં વિશેષ સ્થાન ધરાવે છે. મંત્રાલયે જણાવ્યું કે માલદીવના વિદેશ મંત્રીની આ મુલાકાત બંને દેશોની ઉચ્ચ સ્તરીય મુલાકાતોનો એક ભાગ છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહયોગને વધુ મજબૂત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply