કેન્દ્રીય રસાયણ મંત્રી મનસુખ માંડવિયા MSME ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓને મળ્યા
Live TV
-
કેન્દ્રીય રસાયણ, ખાતર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં એમએસએમઈ ક્ષેત્રની ફાર્મા કંપનીઓના પ્રતિનિધિઓને મળ્યા. તેમણે આ બેઠકમાં વાત કરતાં જણાવ્યું કે MSME ફાર્મા કંપની માટે દવાઓની ગુણવત્તા પ્રત્યે સતર્ક રહેવું અને સ્વ-નિયમન દ્વારા ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ (GMP) તરફ ઝડપથી આગળ વધવું જરૂરી છે. MSME ફાર્મા સેક્ટરમાં સ્વ-નિયમનની જરૂરિયાત પર પ્રકાશ પડતા, કેન્દ્રીય મંત્રીએ 'વિશ્વની ફાર્મસી'ની સ્થિતિ જાળવી રાખવા માટે ભારત માટે ભાર મૂક્યો હતો. મૂલ્ય અને ગુણવત્તાની દ્રષ્ટિએ આ સ્થિતિને મજબૂત બનાવી રાખવા માટે તમામ સંભવિત પગલાં લેવા જોઈએ તેમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.
મંત્રી મનસુખ માંડવિયાએ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને બનાવટી દવાઓ બનાવતી તમામ ફાર્માસ્યુટિકલ ઉત્પાદક કંપનીઓ સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુણવત્તાનું પાલન ન કરતા અને બનાવટી દવાઓ બનાવતી કંપનીઓનું નિરીક્ષણ કરવા માટે વિશેષ ટુકડીઓ બનાવવામાં આવી છે અને કડક પગલાં લેવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, 137 કંપનીઓની તપાસ કરવામાં આવી અને 105 કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી જ્યારે 31 કંપનીઓનું ઉત્પાદન બંધ કરવામાં આવ્યું છે તેમજ 50 કંપનીઓ સામે ઉત્પાદન વિભાગના લાઇસન્સ રદ અને સસ્પેન્શન જારી કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીમાં મળેલી આ બેઠકમાં ફાર્માના સચિવ એસ. અપર્ણા, DCGI ડૉ. રાજીવ રઘુવંશી, રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.વિરાંચી શાહ અને IDMAના અન્ય પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
