વિપ્લવ દેવ બનશે ત્રિપુરાના મુખ્યમંત્રી
Live TV
-
વિપ્લબ દેવે કહ્યું હતું કે, રાજ્યમાં ગુડ ગવર્નન્સને તેઓ અગ્રિમતા આપશે.
ત્રિપુરામાં વિપ્લબ દેવના નેતૃત્વમાં નવી સરકાર 9 માર્ચે શપથ લેશે. જિશ્નુ દેવ બર્મન નાયબ મુખ્ય મંત્રી રહેશે. ભારતીય જનતા પાર્ટી અને તેના સહયોગી પક્ષોના વિધાન સભ્યોએ વિપ્લબ દેવને સર્વાનુમતે નેતા પદે ચૂંટી કાઢ્યા હતા. ભાજપની બેઠકમાં કેન્દ્રીય પર્યવેક્ષક નીતિન ગડકરી અને રામ માધવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વિપ્લબ દેવે કહ્યું હતું કે, રાજ્યમાં ગુડ ગવર્નન્સને તેઓ અગ્રિમતા આપશે.
નાગાલેન્ડમાં ભાજપ અને N.D.D.P. ગઠબંધન સરકાર 8મી માર્ચે શપથ ગ્રહણ કરશે. આ પહેલાં ભાજપના ચૂંટાયેલા વિધાન સભ્યોએ રાજ્યપાલ પી.બી. આચાર્યાની મુલાકાત કરી હતી.